[ikhedut] Tadpatri Sahay Yojana 2024 | તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મળશે.
Tadpatri Sahay Yojana 2024 | ikhedut Portal Online Apply Step by Step Process | તાડપત્રી સહાય યોજના । ખેડૂત લક્ષી યોજના
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, તાર ફેન્સીંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ ખેડૂતલક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન ઓનલાઈન થાય છે. આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. આજે આપણે ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના 2024” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે?, કેવી રીતે સહાય મળે ? તથા Tadpatri Sahay Yojana 2024 નો લાભ લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.
કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal 2024-25 ઓનલાઈન ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં ikhedut portal પર ખેતીવાડી ની યોજનાઓ માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.
યોજનાનું નામ | Tadpatri Sahay Yojana 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઝોન વાઈઝ અરજીઓ કરી શકાશે. |
તાડપત્રી સહાય યોજનાનો હેતુ
રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
તાડપત્રી સહાય યોજનાની પાત્રતા
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
- Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
0 Comments